કાર્યક્રમની તારીખ અને સ્થળો

ગુજરાતના તમામ તાલુકાઓ અને જિલ્લાઓમાં આ કાર્યક્રમ શાળાઓ, કૉલેજો અને સ્વામી વિવેકાનંદ મહિલા મંડળો થકી અમલીકરણ કરવામાં આવશે. અમારો લક્ષ્યાંક મુજબ 300 શાળાઓની અંદાજે દોઢ લાખ કિશોરીઓને સ્વ-રક્ષણ માટે તાલીમ પૂરી પાડવી જેથી પોતાના રક્ષણ માટે અન્ય કોઈ વ્યક્તિ ઉપર આધાર રાખવો ન પડે. આ કાર્યક્રમ તમામ સહભાગીઓ માટે નિઃશુલ્ક છે. કુલ 10 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમ દ્વારા સ્વરક્ષણની તાલીમના પ્રતિદીન 2 કલાકનું સત્ર યોજવામાં આવશે જેમાં નિષ્ણાંત કૉચ અને તાલીમાર્થી દ્વારા તાલીમ પૂરી પાડવામાં આવશે.

વધુ જાણો

સ્વ-રક્ષણ માર્ગદર્શિકા – એક ઝલક

આ સરળ માર્ગદર્શિકા દ્વારા સ્વરક્ષણના મૂળભૂત સિદ્ધાંતોની સમજ સરળતાથી કેળવી શકાશે તથા આપને કેટલી ઉપયોગી જાણકારી પણ મળશે.

વધુ જાણો

નોંધણી

 • શાળાઓ અને સંગઠન માટે
  મહિલા સશક્તિકરણ કાર્યક્રમને આપનો ટેકો આપો અને પડકાર તાલીમ માટે આપની શાળાનું / સંગઠન નામ નોંધાવો. કૃપા કરી અહીં ફોર્મની વિગતો ભરો અને અમે પછીના કાર્યક્રમની વિગતો લઈ આપની સમક્ષ રજૂ કરીશું.

  કૉચ માટે
  આ રાજ્યની ભવિષ્યને વધુ સુદ્રઢ કરવા મહિલાને સ્વ-રક્ષણની તાલીમ પૂરી પાડવા આપનો સમય ફાળવો. પડકાર કાર્યક્રમ માટે સ્વરક્ષણની વિશિષ્ટ અને વિવિધ તકનીકો માટે આપને જરૂરી તાલીમ પૂરી પાડવામાં આવશે. કૃપા કરી અહીં ફોર્મની વિગતો ભરો અને અમે પછીના કાર્યક્રમની વિગતો લઈ આપની સમક્ષ રજૂ કરીશું.

સમાચાર અને ખબર

 • ગુજરાત સરકાર શરૂ કરી રહી છે 'પડકાર':
  પડકાર તાલીમ થકી મનોવૈજ્ઞાનિક/માનસિક ફાયદાઓ જેવા કે પોતાની શક્તિ ઉપર ભરોસો બેસે અને આત્મવિશ્વાસમાં વધારોય થાય, માનસિક તાણ ઓછી થાય..
  વધુ